અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં જેતપુર રોડ પર તેલ ભરેલુ ટેન્કર પલટી થતા તેલની રેલમછેલ

હિન્દ ન્યૂઝ, બગસરા

તા. 20, મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ જેતપુર રોડ પર તેલ ભરેલું ટેન્કર પલટી થતા લોકો તેલ લેવા દોડી આવ્યા હતા. ગત રોજ અગિયાર વાગ્યાના સમયે જુનાગઢ થી તેલ ભરેલ ટેન્કર પીપાવાવ તરફ જઇ રહ્યું હતું ત્યારે ટેન્કરના ડ્રાઇવરનું ઘર બગસરા જેતપુર રોડ પર આવતા પોતાના નિવાસસ્થાને ટેન્કર ઉભુ રાખવા ડાઇવર ટેન્કરને રિવર્સ લેતાં ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. તેમાંથી તેલ ધાર નિકળતા આસપાસના વિસ્તારમાંથી લોકો જે હાથમાં આવ્યું તે વાસણ લઈ તેલ ભરવા પહોંચી ગયા હતા. આ તેલ ભરેલું ટેન્કર પીપાવાવ થી વિદેશ જવાનું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ તેલની કિંમત અંદાજિત ૨૮ લાખ રૂપિયા જેવી થાય છે. જેની પૂરેપૂરી નુકસાની તેલના માલિકને ભોગવવી પડી છે.

રિપોર્ટર : પરમાર મનજી, બગસરા

Related posts

Leave a Comment