દ્વારકા, દ્વારકામાં 33 વર્ષીય યુવાન નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.. અમદાવાદથી 31 તારીખે આવેલ યુવાનનો રિપોર્ટ પોઝીટીવ.. 33 વર્ષીય યુવક અમદાવાદથી આવેલ હોઈ ફેસિલિટી ક્વોરોન્ટાઇન રાખવામાં આવેલ હતો.. અમદાવાદથી ખાનગી વાહનમાં યુવક નંદાણા આવેલ હતો.. રિપોર્ટ પોઝીટીવ આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો… યુવકને નંદાણા ઉતારી બે વ્યક્તિ અમદાવાદ રીર્ટન થયેલ હોઈ તંત્ર દ્વારા સંપર્ક ટ્રેસિંગ શરૂ કરાયું.. દ્વારકા જિલ્લામાં કુલ કેસોનો આંકડો 14 પર પહોંચ્યો.. રિપોર્ટર : અબ્દુલ મોખા, દ્વારકા
Read MoreMonth: June 2020
વેરાવળ શહેર ખાતે કોંગ્રેસ સમિતી દ્વારા PWD વિભાગ ને ઉગ્ર રજુઆત
વેરાવળ, વેરાવળ શહેર ખાતે કોંગ્રેસ સમિતી દ્વારા PWD વિભાગ ને ઉગ્ર રજુઆત કરેલ કે તાલાળા નાકા સોમનાથ ટોકીઝ રોડથી ફાટક થી આગળ સૂધી નો રોડ ખરાબ અને જજૅરીત છે તેને તાત્કાલિક ધોરણે બનાવા ઉગ્ર માંગ કરેલ છે કારણ કે દર વખતે ચોમાસામાં અહીં ભયંકર અકસ્માતો થાય છે અને લોકોના જીવ જોખમે મૂકાય છે આ માગૅ પર સ્કૂલ ધામિક સ્થળો અને મોટા પ્રમાણમાં રહેળાક વિસ્તાર છે અને ટૂંક સમયમા જો રસ્તો નહી બને તો ઉગ્ર આંદોલન થશે, કારણ કે દોઢ વરસ થી રસ્તો બનવા માટેની પરવાનગી આવેલી છે પણ રસ્તો આજે…
Read Moreવાવાઝોડા અને વરસાદની આગાહીને લઇ રાજકોટ યાર્ડે બે દિવસ ખેડૂતોએ પાક ન લાવવા અપીલ કરી
રાજકોટ, અરબી સમુદ્રમાં સર્જાયેલું નિસર્ગ વાવાઝોડું મુંબઇ તરફ ફંટાઇ ગયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ન ટકરાતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ હવામાન વિભાગે વાવાઝોડાની અસરને લઇ ભારે પવન અને ભારે વરસાદ પડવાની સૌરાષ્ટ્રમાં આગાહી કરી છે. ત્યારે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેડી માર્કેટ યાર્ડ દ્વારા આગામી બે દિવસ સુધી ખેડૂતોએ પોતાનો પાક ન લઇ આવવા અપીલ કરી છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ પ્લેટફોર્મમાં માલ રાખવામાં આવ્યો છે: યાર્ડના ચેરમેન યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું…
Read Moreનાનાપોઢામા વાપી રોડ ઉપર મારુતિ વેનમાં આગ લાગતા મારુતિ વેન બળીને ખાખ
વલસાડ, કપરાડા તાલુકાના નાનાપોઢા વાપી રોડ ઉપર સામરપાડા ગામના રહીશ ગજુભાઇ રણછોડભાઈ પટેલ કે જેઓ GJ 15, DC 0217 નંબરની મારુતિ વેન લઈ નાનાપોઢા ખાતે ડાંગરનું બિયારણ લેવા માટે આવ્યા હતા, નાનાપોઢા એગ્રો સેન્ટર પરથી ડાંગરનું બિયારણ લીધા બાદ તેઓ તેમની ગાડી લઈ વાપી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા જઇ રહ્યા હતા, જે સમયે મારુતિ વેનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં મારુતિ વેનમાં ભીષણ આગ લાગી હતી, મારુતિ વેનમાં આગ લાગી હોવાનું જોતા જ રોડ પર અવરજવર કરતાં લોકોએ બૂમાંબુમ પાડવા લાગ્યા હતા, જે સાંભળી મારુતિ વેન ચાલક…
Read Moreરાજકોટ શહેર કાલથી રાજ્યભરમાં R.T.O કચેરી રાબેતા મુજબ ચાલુ થશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર R.T.O ખાતે આવતા અરજદારો તથા કર્મચારીઓને કોરોના વાયરસનું સંક્રમણ થાય નહી તેમજ R.T.O ખાતે નાગરિક સેવાઓને વધારે વ્યવસાયલક્ષી બનાવવા સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ તે મુજબ જરૂરી સોશીયલ ડીસ્ટન્સ જળવાય R.T.O કચેરીઓને કાર્યરત કરવામાં આવશે. જૂન માસ દરમિયાન ફિટનેશ માટે આવતા વાહનો પૈકી જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તેમણે તા.૮,૧૫ અને ૨૨ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમણે તા.૯,૧૬ અને ૨૩ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો…
Read Moreરાજકોટ શહેરના બૂટલેગરને કોરોના પોઝિટિવ. S.O.G ની ટીમ કવોરેઇન્ટાઇન
રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં માંડાડુંગર વિસ્તારમાંથી દારૂના ધંધાર્થી ભાવેશ ડાભીને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જ્યારે થોડા દિવસ પહેલા બુટલેગરનો કબ્જો મેળવવા માટે રાજકોટ S.O.G ના P.S.I એમ.એન. અંસારી સહિત ત્રણ જવાનો આરોપીનો કબ્જો મેળવવા અમદાવાદ ગયા હતા. ત્યાંથી આરોપી ભાવેશ ડાભીને કારમા બેસાડી રાજકોટ લાવ્યા બાદ નિયમ મુજબ તેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો આજરોજ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આરોપી ભાવેશ ડાભીને અમદાવાદ સાબરમતી જેલમાંથી કોરોનાનો ચેપ લાગતા…
Read Moreરાજકોટ શહેર ઢોલરાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા ૧૧ ઉદ્યોગપતિ અને નબીરા ઝડપાયા
રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચંદ્રેશનગરમાં રહેતા કારખાનેદાર સુનિલસિંહ નવલસિંહ ભટ્ટીના કોઠારિયા રોડ પરના ઢોલરા નજીક આવેલા ફાર્મ હાઉસમાં રાત્રીના લોકડાઉનનો ભંગ કરી ૧૧ જેટલા શખ્સોને પોતાના ફાર્મ હાઉસમાં એકઠાં કરી મહેફીલ યોજી હોવાની બાતમીના આધારે શાપર પોલીસ મથકના P.S.I. કુલદીપસિંહ ગોહિલ, A.S.I. જે.બી.રાણા અને રોહિતભાઇ બકોત્રાએ દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન ચંદ્રેશનગરના સુનિલસિંહ નવલસિંહ ભટ્ટી, નાનામવા રોડ ફુલવાડી પાર્કના રાકેશ પ્રવિણ દુદાણી, મવડી રામધણ પાસે રહેતા જીજ્ઞેશ ધર્મેશ દુદાણી, ચિત્રકૂટધામના સમિર રતિલાલ જીવાણી, રંગોલી બંગલામાં રહેતા ધર્મેશ રમેશ દુધાત્રા, રામનગરના અજય જયસુખ ટાંક, બાપા સિતારામ…
Read Moreલાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ/જુગારના સાહિત્ય સહિત પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
લાઠી, લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૨૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના લાઠી તાલુકાના મતીરાળા ગામે સહકારી મંડળીની બાજુમાં બે અલગ અલગ જગ્યાએ કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી…
Read Moreજોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલએ હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા થી 31/05 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત
જોડિયા, જોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલ એમ. એ હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા તા- જોડિયા માં તારીખ 11-03-1987 થી ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેણે હડિયાણા માધ્યમિક શાળામાં 33 વર્ષની નોકરી પૂર્ણ કરી અને તા : 31-05-2020 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત થયેલ છે. આ નિવૃત્તિ પ્રસંગે હડિયાણા ગ્રામ પંચાયત નાં સરપંચ ના પ્રતિનિધિ જયસુખકુમાર પરમાર નાં વરદ હસ્તે શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા અને આ પ્રસંગે ગ્રામ પંચાયતનાં મંત્રી જાની તથા હડિયાણા માધ્યમિક શાળાના આચાર્ય કાનાણી તથા ઝાલા અને રાજુભાઈ ક્લાર્ક દ્વારા…
Read Moreદાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં આજે મંગળવાર ના રોજ રજા આપવામાં આવી હવે માત્ર બે એક્ટિવ કેસ
દાહોદ, દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૩૪ પૈકી હવે માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે. દાહોદમાં અત્યાર સુધી કોરોના વાયરસના નોંધાયેલા તમામ કેસો એસ્મ્ટોમેટિક રહ્યા છે. એટલે કે, દર્દીને કોરોના વાયરસ લાગું પડ્યો હોય પણ તેમનામાં એના કોઇ જ પ્રકારના લક્ષણ ના હોય તેવા દર્દીઓ. દાહોદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અહીં ડો. મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા દર્દીઓને…
Read More