રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સહિત સમગ્ર ભારતમાં ૩જી મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે તે માટે જવાબદારી પોલીસ તંત્રના શિરે છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટના મુખ્ય ૪૮ રાજમાર્ગો તેમજ જુદી જુદી સોસાયટીઓમાં પણ પોલીસ તહેનાત રાખવામાં આવી છે. સાથોસાથ સતત પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હવે ખાનગી વાહનોમાં પણ પોલીસે પેટ્રોલિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા ૨૫ દિવસમાં પોલીસને એક વાત ધ્યાનમાં આવી છે કે જ્યારે જ્યારે પોલીસના વાહન સોસાયટીઓની અંદર પ્રવેશે…
Read MoreMonth: April 2020
રાજકોટ શહેર પોલીસ અધિકારી જ્યારે હૉટસ્પોટ વિસ્તારમાં પહોંચે છે. ત્યારે તેમના પર લોકો પુષ્પવર્ષા કરે છે. માતા બીમાર હોવા છતાં ફરજ નિભાવે છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વરવાસીઓએ પણ આ પોલીસ અધિકારીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ જંગલેશ્વરવાસીઓએ તેમના પર ફૂલોનો વરસાદ કરી કામગીરીને વધાવી હતી. રાજકોટના ટ્રાફિક પોલીસ અધિકારી સુખવિન્દરસિંઘ ગડુના માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે. જોકે, તેઓ માતા પાસે રહેવાને બદલે પોતાની ફરજ પર હાજર રહે છે. તેઓ માતાના હાલચાલ વીડિયો કોલ મારફતે પૂછી લે છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, મારી જવાબદારી પરિવાર સાથે લોકોની રક્ષા કરવાની પણ છે. હું આ સમયે મારી ફરજને વધારે મહત્વ આપી રહ્યો છું. આ પોલીસ અધિકારી સવારે…
Read Moreરાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લતાવાસીઓ, સ્થાનિક આગેવાનો, મુસ્લિમ સમાજ મોલાનાઓને સુચના આપવામાં આવેલ છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર તથા ડી.સી.પી. ઝોન.૨ મનોહરસિંહ જાડેજા ની સુચના મુજબ A.C.P. પી.કે.દિયોરા તથા પો.ઇ. આર.એસ.ઠાકર ની આગેવાનીમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નાણાવટી ક્વાટર, રૈયાધાર, સ્લમ ક્વાટર તેમજ રૈયાગામ માં આવેલ નાગાણી મસ્જિદ ના મોલાના તેમજ મુસ્લિમ આગેવાનો /સ્થાનિક રહેવાસીઓ સાથે મિટિંગ કરી વિસ્તારમાં કોરોના વાયરસ થી પ્રભાવિત જંગલેશ્વર તથા બીજા અન્ય વિસ્તારમાંથી કોઈ ઇસમ આવી જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની તેમજ તેઓને આશરો ન આપવા સમજ કરવામાં આવેલ છે તેમજ તેઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર,…
Read Moreરાજકોટ શહેર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આશરે ૪૦ હજાર રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ હાલ કોરોના વાઇરસના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. પ્રથમ ૨૧ દિવસના લોકડાઉન બાદ વધુ ૧૯ દિવસ ૩ મે સુધી લોકડાઉન લંબાતા નાના ધંધા-રોજગાર અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવારોને વધારે મુશ્કેલીમાં મૂકાવું પડ્યું છે. આવા પરિવારોને મદદ કરવા માટે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાશન કીટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પરિવારોને રાશન કીટની અત્યંત જરુરિયાત હોય તેવા પરિવારોએ જ આ રાશન કીટનો લાભ લેવો તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ…
Read Moreમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારી રાહુલ ગુપ્તા સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થી વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ વિસ્તારમાં રોગચાળો અટકાવવાના પગલાંઓ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી. અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સ માં મુખ્યસચિવ અનિલ મુકીમ પોલીસ મહા નિદેશક શિવાનંદ ઝા તેમજ ગૃહ વિભાગના અધિ મુખ્યસચિવ પણ ગાંધીનગર મુખ્યસચિવ કાર્યાલય થી જોડાયા હતા. રિપોર્ટર…
Read Moreરાજકોટ શહેર રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો કોરોના પોઝિટિવ કેસ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો. કોરોના પોઝિટિવ કેસ કોરોના પોઝિટિવ કેશ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો. આરોગ્ય વિભાગના ૧૦ જેટલા કર્મચારીઓની ટિમ શેરીનં.૧૫ માં હાથ ધરી રહી છે. સર્વે તમામ ઘરોની મુલાકાત લઇ સર્વે હાથ ધરવામાં આવ્યો. લોકોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા આપવામાં આવી સુચના. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટના રેડઝોન જંગલેશ્વર વિસ્તારમાં લોકોની ઓનલાઇન હાજરી પૂર્વનો નિર્ણય લેવાયો
રાજકોટ, ૧૭/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે હોમ કોરોટાઈન વાળા વિસ્તારના લોકોને સેફ રાજકોટ નામની એપ્લિકેશન ડાઉનલોઉડ કરાવવામાં આવશે. અને સવાર-સાંજ તેમના ભેગા પરિવાર સાથે ફોટા અપલોડ કરવાનો રહેશે, જેથી કરીને તે વ્યક્તિ ક્યાં છે તે જાણવા મળશે અને જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં અન્ય કોઈ વિસ્તારના વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જ્યારે સેફ રાજકોટ એપ્લિકેશન પર ઘરદીઠ ફરજિયાત હાજરી પૂરવાની રહેશે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read Moreખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાલારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે
જામનગર, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાલારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. વિક્રમ માડમે આજરોજ જિલ્લા કલેકટરને 500 kit અર્પણ કરી છે. હાલ કોરોનાવાયરસ વિશ્વભરમાં ફેલાયેલી છે ત્યારે અનેક લોકોના કામ ધંધા બંધ છે. તેમજ ગરીબ માણસો ને રાસન મળી રહે તેવા આ સૌથી વિક્રમ માડમે જામનગર જિલ્લા કલેક્ટર એસ રવિશંકરને 500 કીટ આજે આપી છે. હાલારમાં અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. તેમજ રાજકીય આગેવાનો પણ આ મદદ માં જોડાયા છે. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી અને કોંગ્રેસ આગેવાન દિગુભા જાડેજા કોર્પોરેટરો દેવશી આહીર, સાજીદ બ્લોચ આ…
Read Moreરાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડમાં આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું.
રાજકોટ, ૧૬/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉન ની પણ સમય મર્યાદા વધારવામાં આવી છે. ત્યારે જગતનો તાત હેરાન પરેશાન છે. અને ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર હોવા છતાં ખેડૂતો પોતાનો માલ વેચી શકતા નથી. જ્યારે આજ થી રાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લાના જુદા- જુદા માર્કેટ યાર્ડમાં આજથી online રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે માટે યાર્ડ દ્વારા જુદા જુદા નંબર જાહેર કરવામાં આવ્યા છે. આજે સવારથી જ ખેડૂતો પોતાનો માલ વેચવા માટેના રજીસ્ટ્રેશન યાર્ડમાં કરાવવા માટે ધનધણાટી ફોન આવવાનું…
Read Moreલોકડાઉન નો ચુસ્ત અમલ થાય એના માટે પીપલોદ ગામ માં પ્રવેશ ના બધા રસ્તા કરાયા બંધ
દાહોદ, દાહોદ જિલ્લા ના પીપલોદ ગ્રામ પંચાયત તથા પોલીસ તંત્રના સહયોગથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. લોકડાઉન નો ચુસ્ત અમલ થાય એના માટે પીપલોદ ગામ માં પ્રવેશ ના બધા રસ્તા કરાયા બંધ સંપૂર્ણ વિશ્વ માં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યું છે એને લોકડાઉન નો સંપૂર્ણ રૂપે અમલ થાય એ માટે પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા તથા પોલીસ તંત્ર ના સહયોગ થી પીપલોદ ગામ માં પ્રવેશ કરવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા. જેનાથી બાર થી કોઈપણ વ્યક્તિ ગામમાં પ્રવેશ નહીં કરી શકે ને બિન જરૂરત લોકો ગામમાં લટાર મારવા નહીં આવી…
Read More