કેશોદ શહેર ના વિવિધ સંગઠનો અને ભાજપ વિહિપ સહિત ની સંસ્થા ના કાયૅકરો એ caa તથા nrc ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું

ભાજપ વિહિપ અને બજરંગ દળ અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્નણી હિન્દુ સમાજ ના લોકો ની વિશાળ હાજરીમાં આજે નાગરિકતા કાયદા ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારે આ કાયદા થી કોઈ ને નુકસાન થવાનું ઉલ્ટા નું આ કાયદા હેઠળ નાગરિકો નાગરિકતા આપવાનું કામ સરકાર કરી રહી છે ત્યારે અમુક લોકો આ કાયદા નામે લોકો ને ભડકાવી રહ્યા છે ત્યારે ભારત દેશમાં વસતા હીનદુ કે મુસ્લિમ કોઈ એ ડર રાખ્યા વગર સરકાર ને સમથૅન આપવું જોઈએ તેવી માંગ સાથે સરકાર ને સમથૅન…

Read More

રાધનપુર ખાતે રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો આંદોલન નો આવેલ અંત

બ્રેકિંગ રાધનપુર પંદર માં સોમવારે માંગણી સંતોષાતા પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ ચલાવી આંદોલન ચાલતું હતું તે માંગણી પુરી થતાં આંદોલન બંધ કરવામાં આવ્યું ડોક્ટર અને સ્ટાપ મુકવા માટે માંગણી કરવામાં આવેલ તે પુરી થતાં ડોક્ટર નું સન્માન કરી આંદોલન પુણૅવતી કરવામાં આવેલ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર નો રાધનપુર કોંગ્રેસ દ્વારા આભાર વ્યક્ત કર્યો સન્માન કરવામાં આવ્યું રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો  અભિયાન નો આવ્યો અંત ડોક્ટર અને સ્ટાપ મુકવા માં આવતા આમ જનતા મા આનંદ રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન માં…

Read More

રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ દરમિયાન રૂપિયા 754 કરોડની વધુના રાહત સેવાકિય કાર્યો

તબીબીક્ષેત્રે રૂપિયા 259.42, શૈક્ષણિક ક્ષેત્રે 397.97 ની સહાય દ્વારા કુલ 78.32 લાખ દર્દીઓ અને 2.68 લાખ છાત્રોને આવરી લેવાયા. રાજકોટ શિવજ્ઞાને જીવનસેવા ના સિદ્ધાંતને અનુસરીને રામકૃષ્ણ મિશન દ્વારા દેશભરમાં પ્રતિ વર્ષ તબીબી, શિક્ષણ અને કુદરતી આપદા ના સમયે રાહતકાર્યો સહિત વિવિધ સેવાકિય કાર્યો હાથ ધરવામાં આવે છે. જે મુજબ આ વખતે પણ કુલ રૂપિયા 754 કરોડથી વધુના ખર્ચે રાહતકાર્ય અને સેવાકીય કર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તાજેતરમાં બેલુર મઠ ખાતે ગત 15મી એ યોજાયેલી 110 મી વાર્ષિક સામાન્ય સભા માં અહેવાલ રજૂ કરાયો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા આંગણવાડી થી લઈ…

Read More

કાંકરેજ તાલુકાના શિહોરી થરા રોડ ઉપર દુગ્રાસન પાસે બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો ઝડપાયો

  પાલનપુર એલ સી બી ની ટીમે બાતમી આધારે બોલેરો ગાડી નો પીછો કર્યો હતો ત્યારે ડુગ્રાસન ગોળાઈ પાસે વિદેશી દારૂ રાજ્યસ્થા ન થી ભરી ગાંધીધામ તરફ લઈ જવાતો હતો ત્યારે અચાનક જ પાલનપુર એલ સી બી ના વદુજી ઠાકોર અને શાંતિજી ઠાકોરે બોલેરો ગાડી રોકી તપાસ કરતા 300 નંગ ઉપર નો વિદે શી દારૂ ની મોટી બોટલો ઝડપી પાડી ગાડી અને ચાલક સહિત શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો નોધી તપાસ હાથ ધરી હતી ગાડીનો ચાલક પ્રકાશ બાડમેર પોતાની બોલેરો ગાડી સાથે ઝડપાયો કુલ મુદ્દામાલ . દારૂ કીમત એક લાખ…

Read More

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં લોકોને સહકાર આપવા કલેકટરશ્રી રવિશંકર દ્વારા અપીલ કરાઇ

જામનગર, તા. ૨૧ ડિસેમ્બર, તા.૦૧-૦૧-૨૦૨૦ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ ૧૬-૧૨-૨૦૧૯થી કરવામાં આવ્યો છે. મતદાર યાદી સમાવેશી અને ગુણવતાયુક્ત તૈયાર થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે ૧૬-૧૨-૨૦૧૯ના રોજ સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે, જેમાં ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધી હક્ક- દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે તેમજ ૨૨ ડિસેમ્બર ૨૦૧૯, ૫ જાન્યુઆરી ૨૦૨૦ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસોએ મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા, તેમાં સુધારા કરાવવા અને નામ કમી કરાવવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. ખાસ ઝુંબેશના દિવસોએ તમામ મતદાન મથકોએ,…

Read More

અફવાઓ અને સોશિયલ મિડીયાના દુષ્પ્રચારથી દૂર રહેવા જામનગરની જનતાને સંબોધન કરતા પોલિસ અધિક્ષક શરદ સિંઘલ

જામનગર, તા. ૨૧ ડિસેમ્બર, નાગરિકત્વ સુધારણા અધિનિયમ અન્વયે હાલમાં રાજ્ય અને દેશભરમાં અનેક સ્થળો પર હિંસાત્મક પ્રદર્શનો જોવા મળ્યા છે. ત્યારે જામનગરની જનતાને જિલ્લામાં શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા જિલ્લા સમાહર્તા રવિશંકર અને પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જામનગરની જનતાને સંબોધન કરતા જિલ્લા કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, નાગરિકત્વ સુધારણા અધિનિયમ સ્વયં સ્પષ્ટ કાયદો છે. સમાજના કોઈપણ વર્ગને આ અધિનિયમ અન્વયે નુકસાન થતું નથી. પરંતુ આ અધિનિયમ વિશેની લોકોની અસ્પષ્ટ જાણકારીનો લાભ લઇ સમાજના ઉપદ્રવી તત્વો લોકોને ઉશ્કેરી રહ્યા છે અને હિંસા ભડકાવી રહ્યાં છે.…

Read More

રાજકોટ અમદાવાદ હાઈવે પર લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ડી જી વિજીલન્સ પીએસઆઇ આર એ જાડેજા અને તેમની ટીમનો સપાટો વઢવાણ પોલીસ સ્ટેશનના હદમાં બલદાણા ગામ નજીક આવતી પંચદેવ પેરામાઉન્ટ હોટેલના પાર્કિંગ માંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક જડપી પાડતી વિજીલન્સ ટીમ. 7475 બોટલ (623)પેટી કિંમત 2242500 વિદેશીદારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર ફરાર, 5 વ્યક્તિઓ ઝડપાયા.  

Read More

જામનગર ખાતે કલસ્ટર મેગા જોબફેર તથા એપ્રેન્ટીસ ભરતી મેળો અને દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો

દરેક હાથને કામ એટલે કે સર્વેને રોજગારીનો સંકલ્પ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે જેને સાર્થક કરવા આજરોજ જામનગર ખાતે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર, મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ, જિલ્લા રોજગાર કચેરી, દેવભૂમિ દ્વારકા તથા આઈ.ટી.આઈ જામનગરના સંયુક્ત ઉપક્રમે કલસ્ટર મેગા જોબ ફેર, એપ્રેન્ટીસ ભરતીમેળો તેમજ દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારંભ ડિસેમ્બર-૨૦૧૯ કાર્યક્રમને સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રોજગાર મેળા થકી યુવાનોને રોજગારીની તકો  તેમજ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે વિવિધ નોકરીદાતાઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવશે. આ તકે મહાનુભાવોના હસ્તે રાજકોટ જિલ્લાના ૧ નોકરીદાતા અને ૭ દિવ્યાંગ કર્મચારી ઉમેદવારોને…

Read More

પાટણ ની વર્લ્ડ હેરીટેજ સાઈડ રાણીનીવાવની મુલાકાતે  સીએમ વિજય રૂપાણી

પાટણ – પાટણ ની વર્લ્ડ હેરીટેજ સાઈડ રાણીનીવાવની મુલાકાતે  સીએમ વિજય રૂપાણી – આજથી બે દિવસ માટે ઉજવાઈ રહ્યો છે વિરાસત સંગીત સમારોહ કાર્યક્રમ – વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો વિરાસત સંગીત સમારોહ કાર્યક્રમ – વિજય રૂપાણીએ રાણીનીવાવ ના શિલ્પ સ્થાપત્યો ની લીધી મુલાકાત – હવે સીએમ એમએન હાઈસ્કૂલ ખાતે આપશે સંગીત સમારોહ કાર્યક્રમ માં હાજરી…   ભગીરથસિંહ જાડેજા સાંતલપુર

Read More

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે “હિન્દ ન્યુઝ” એ કરી શુભેચ્છા મુલાકાત

સમગ્ર ગુજરાતમાં બહોળું વાચક વર્ગ ધરાવતું અને ડો.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત તથા કાલાવડ થી પ્રસિદ્ધ થતું એકમાત્ર ન્યુઝ પેપર “હિન્દી ન્યુઝ” દ્વારા આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ ની શુભેચ્છા મુલાકાત લઇ હિન્દ ન્યુઝ અંગે કમિશનર શ્રી ઉદીત અગ્રવાલને અવગત કરાવ્યા હતા અને આ સાથે રાજકોટની અનેક સમસ્યાઓ અને લોકહિત માટેના લેવા જેવા પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ દ્વારા “હિન્દ ન્યુઝ” ઉતરોતર પ્રગતિ કરે અને હરહંમેશ સમાજમાં નિષ્ઠા અને નીડરતાપૂર્વક લોક સમસ્યાઓને વાચા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Read More