ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહનું)ની બોર્ડની પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ૧૦૦ ટકા અને શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ

હિન્દ ન્યુઝ, રાજકોટ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.૦૯/૦૫/૨૦૨૪ના રોજ ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ સાથે ઝળહળતી સફળતા હાંસલ કરેલ છે. જ્યારે શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ આવેલ છે. Advt.

Read More

ગિરીરાજ એપાર્ટમેન્ટમા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૮/૦૫/૨૦૨૪ ના રોજ ગિરીરાજ એપાર્ટમેન્ટ, રૈયા ગામ, સ્મશાન પાસે, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦ થી ૧૫ રહેવાસીઓ જોડાયેલ.           આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ…

Read More

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત બાળ લગ્નએ કાનૂની અપરાધ છે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  છોટાઉદેપુરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, હાલના દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે. બાળ લગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઇયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવામાં આવ્યું છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે…

Read More

ચૈત્ર માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.  ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ચૈત્ર માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે…

Read More

જામનગરમાં વિભાપર ગામથી રાજકોટ રોડ તરફનો ફાટકવાળો માર્ગ આગામી જુલાઈ માસ સુધી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર   જામનગરમાં સ્થિત વિભાપર ગામ નગરસીમ વિસ્તાર, વૃંદાવન ધામ-2, વૃંદાવન સ્કૂલની પાછળની તરફના રોડ પર આવેલા રેલવે ક્રોસિંગ નંબર 190 પર રેલવે અંડરબ્રિજના બાંધકામની કામગીરી રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી આ રસ્તા પર ચાર માસથી વધુ સમયગાળા માટે વાહન વ્યવહાર રોકવા માટે રાહદારી રસ્તો બંધ કરવાની દરખાસ્ત જરૂરી જણાય છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુમાં કામગીરીમાં અવરોધ ના આવે, સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ થાય અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ના પડે તેથી આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં…

Read More

વેરાવળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આજે વિશ્વ મેલેરિયા દિવસના ઉપલક્ષમાં યોજાયેલ સાયકલ રેલી અંતર્ગત કલેક્ટર સાયકલ ચલાવતાં-ચલાવતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આકસ્મિક રીતે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સાથે પહોંચીને અચાનક સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓની ચકાસણી કરી હતી. કલેકટરએ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડની મુલાકાત લઇ અને દવાના સ્ટોક રજિસ્ટ્રર, હોસ્પિટલ સ્ટાફ અને હોસ્પિટલમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવીને હોસ્પિટલમાં સ્વચ્છતા સહિતની વિવિધ બાબતોની સમીક્ષા કરી હોસ્પિટલ તંત્રને…

Read More

જામનગરના ૨૧ ચિત્રકારોએ ઐતિહાસિક સ્થળોના ૪૦ જેટલા ચિત્રો બનાવી દેશના અમુલ્ય વારસાની જાળવણીનો સંદેશો આપ્યો

હિન્દ ન્યુઝ, જામનગર       દર વર્ષે 18મી એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરીટેજ ડે મનાવવામાં આવે છે.વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં 1983માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. વર્લ્ડ હેરીટેજ ડે ઉજવણી અંતર્ગત રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૧૮મી એપ્રિલ ૨૦૨૪ના રોજ “વર્લ્ડ હેરીટેજ ડે એક્શિબિશન”નુ…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EM 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા. 27-04-2024 થી તા. 2-05-2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા. 02-05-2024 થી તા. 04-05-2024 સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Read More

જિલ્લામાં દ્વિચક્રીય-ફોર વ્હીલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરિઝ GJ32M,N,P,R,AB,AC,AD,AE તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ32K,AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટે ફરી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.૨૫ એપ્રિલ થી તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધી અરજદારો અરજી કરી શકશે તેમજ ઈ-હરાજીનો ઓનલાઈન બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના ચાર વાગ્યાથી તા.૨૯ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધીનો રહેશે. ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવા…

Read More