જિલ્લામાં દ્વિચક્રીય-ફોર વ્હીલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરિઝ GJ32M,N,P,R,AB,AC,AD,AE તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ32K,AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટે ફરી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

તા.૨૫ એપ્રિલ થી તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધી અરજદારો અરજી કરી શકશે તેમજ ઈ-હરાજીનો ઓનલાઈન બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના ચાર વાગ્યાથી તા.૨૯ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધીનો રહેશે.

ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવા વગેરેની કામગીરી http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પરથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે.

વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરવાના રહેશે. અને અરજદાર જો નિયત સમયમાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલ રકમને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમ્યાન ચૂકવણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચૂકવવાના રહેશે.

હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને તેઓની મૂળ રકમ તેઓએ જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે નેટ બેન્કિગ, ક્રેડિટકાર્ડ, ડેબિટ-કાર્ડથી ચૂકવણું હશે તો તેજ માધ્યમથી નાણા, અરજદારને જે તે ખાતામાં એસ.બી.આઈ.ઈ-પે દ્વારા કચેરીથી પરત કરવામાં આવશે.

ઓનલાઈન ઈ-હરાજી ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની રહેશે. અને વાહન ખરીદીના ૬૦ દિવસ અંતર્ગત જ હરાજીમાં ભાગ લઇ શકાશે તેમજ સમયમર્યાદા પછીની અરજીઓ રદ કરવામાં આવશે.

 

Related posts

Leave a Comment