ગીર સોમનાથ કોર્ટમાં લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી થઈ શકે એવા શુભ હેતુસર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્ય સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વેરાવળ ખાતે લગ્નવિષયક (મેટ્રોમોનિયલ) કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રિ-લિટીગેશન લોક અદાલત એ દંપતિઓને કોર્ટ કેસ કર્યા વિના સમાધાનના માર્ગે લગ્નજીવન બચાવવાની વ્યવસ્થા છે. જેમાં કાયદા અનુસાર લગ્નજીવનની તકરારોનું નિઃશુલ્ક અને સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો કરાશે. તા.૧૯ એપ્રિલથી કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતથી કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા તકરારોનું સુખદ સમાધાન શક્ય બનશે.

પ્રી-લીટીગેશન લોક અદાલતમાં પક્ષકારોના લગ્નજીવન અંગેની તકરારોનો સરળ, ઝડપી અને નિઃશુલ્ક રીતે ઉકેલ લાવવામાં આવશે. એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર સોમનાથના સેક્રેટરી કે.જી.પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.એસ.ગઢવી તથા હેડક્વાર્ટરના તમામ ન્યાયાધીશઓ તથા મીડિએટરઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment