દિયોદર, હિન્દ ન્યૂઝ
દિયોદર ના લુદ્રા ગામ માં પ્રાથમિક શાળા ની બાજુ માં ઐતિહાસિક શંકર ભગવાન નું એક સ્થાન આવેલ છે જ્યાં ગામ લોકો દ્વારા હાલ માં શિવલિંગ ની પૂજા અર્ચના કરવા માં આવે છે. દર વર્ષે ગામ લોકો ના સાથ અને સહકાર ના પ્રયાસ થી ત્યાં યજ્ઞ નું પણ આયોજન કરવા માં આવે છે, પરંતુ આ ઐતિહાસિક જગ્યા પર મંદિર ના હોવાથી ગામ લોકો ના સાથ અને સહકાર થી હવે આ જગ્યા પર ભવ્ય મંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિર ના ભવ્ય નિર્માણ માટે ગામ ના યુવાનો દ્વારા લુદ્રા ગામ ની સીમ માં વરસતા વરસાદ માં પણ લોકો ના ઘરે ઘરે જઈ ને ફાળો એકત્રિત કરી રહ્યા છે.
ગામ ના દરેક સમાજ ના લોકો આ મંદિર ના ભવ્ય નિર્માણ માટે સારો એવો સહયોગ અને ફાળો પણ આપી રહ્યા છે. જે એક આનંદ ની વાત છે ગામ લોકો ના સહયોગ અને પ્રયાસ થી આ ઐતિહાસિક જગ્યા પર ભવ્ય મંદિર નું નિર્માણ પામશે અને ગામના દરેક લોકો ને ભગવાન શિવ ના મંદિર માં દર્શન નો લાભ મળશે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર