હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના 56 હજારથી વધુ બાળકોને શુદ્ધ, ગરમાગરમ પોષણક્ષમ નાસ્તાનો લાભ.
સ્વ. અટલબિહારી વાજપેયીજીના દૃષ્ટિવાન વિચારોથી પ્રેરિત અને વર્તમાન નેતૃત્વના સુશાસન હેઠળ ગુજરાત આજે શિક્ષણ સાથે પોષણના મજબૂત મૉડેલ તરફ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માત્ર નાસ્તો નથી, પરંતુ આવનારી પેઢીના સ્વસ્થ, સશક્ત અને આત્મનિર્ભર ભવિષ્ય માટેનું સંકલ્પપત્ર છે.
