સશસ્ત્ર સેના ધ્વજ દિન વર્ષ ૨૦૨૪-૨૫ નિમિત્તે દાતાઓનું સન્માન

હિન્દ ન્યુઝ, વડોદર

      દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકો તથા તેમના પરિવારજનોના પુનર્વસન અને કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા માટે દર વર્ષે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ઉજવવામાં આવે છે.

આ સંદર્ભે સશસ્ત્ર સેના ધ્વજ દિન વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત નોંધપાત્ર ફાળો આપનાર દાતાઓના સન્માન માટે જિલ્લા કલેક્ટર વડોદરા દ્વારા તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ કલેક્ટર કચેરી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.

ગત વર્ષ દરમિયાન ઉત્તમ યોગદાન આપનાર ૦૩ સરકારી કચેરીઓ, ૦૪ વડોદરા ગ્રામ્ય વિસ્તારની શાળાઓ, ૦૪ વડોદરા શહેરની શાળાઓ, ૦૧ કોલેજ ગ્રુપ, ૦૪ ઉદ્યોગ ગ્રુપ, ૦૪ ટ્રસ્ટ તેમજ વ્યક્તિગત દાતાઓ મળી કુલ ૨૦ દાનવીરોને કલેક્ટર વડોદરા દ્વારા સ્મૃતિચિન્હ (મેંટો) અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે કલેક્ટરએ સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક મુજબ નોંધપાત્ર ફાળો આપનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પણ વડોદરા જિલ્લો સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક કરતાં વધુ ફાળો આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. શાળાના આચાર્યો, કોલેજો, ઉદ્યોગો, સંસ્થાઓ તથા વ્યક્તિગત દાતાઓને વધુ ઉત્સાહપૂર્વક યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.

“સશસ્ત્ર સેના ધ્વજ દિન” માટે ફાળો આપનાર વ્યક્તિગત દાતાઓ કે સંસ્થાઓ “કલેક્ટર અને અધ્યક્ષ, સશસ્ત્ર દળ ધ્વજ દિન ફંડ, વડોદરા”ના નામે ચેક દ્વારા ફાળો આપી શકે છે. ફાળો આપનારને રસીદ તાત્કાલિક આપવામાં આવશે તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારીએ જણાવ્યું હતું. વધુ માહિતી માટે ટેલિફોન નંબર ૦૨૬૫-૨૭૭૨૬૬૬ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

Leave a Comment