જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી,દાહોદ સભ્યોઓ સાથે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ

     દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, દાહોદ સભ્યોઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA) અંતર્ગત કરવામાં આવેલ વિવિધ કામગીરી જેવી કે, ગૌશાળા ખાતે રાખવામાં આવેલ નવીન પશુઓમાં ટેગીંગ, પશુઓમાં ડીવર્મિંગ અંગેની કામગીરી, રસીકરણ તેમજ બીમાર પશુઓને જરૂરિયાત મુજબ સારવાર અંગેની કામગીરી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવીલ હતી. 

નામ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સુઓમોટો રિટ પિટિશન (સિવિલ) નં.૦૫/૨૦૨૫ માં તા.૦૭/૧૧/૨૦૨૫ નો ચુકાદા અનવ્યે વિકાસ કમિશનર, વિકાસ કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્ર અને ગુજરાત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ ૨૦૨૩ ના અસરકારક અમલીકરણ માટે સુચના આપવામાં આવી. તેમજ રખડતા કૂતરાનાં હુમલા અને રસ્તા પર રખડતા પશુઓથી થતા અકસ્માતો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન(FIR થયેલ) ગુનાહિત પ્રવૃતિમાં પકડાયેલ પશુઓની સહાય માટે તમામ ગૌશાળા/પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા પશુઓ માટે ના સહાય ચુકવણા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નાયબ પશુપાલન નિયામક ડૉ. કમલેશ ગોસાઈ, નાયબ વન સંરક્ષક, વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસરો, પશુચિકિત્સા અધિકારીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ અને ગૌરક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment