ગાંધીનગર
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રમાણિત નકલ તથા ASD મતદારોની યાદીની નકલ માન્ય તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને આપવામાં આવી
SIR-2026ના સંદર્ભે આજે ગાંધીનગર જિલ્લાની કુલ-૦૫ વિધાનસભા મતવિસ્તારની મુસદ્દા મતદારયાદીની તથા ASD મતદારોની યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી
ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે
તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી.
આ બેઠકમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા તમામ ૦૫ વિધાનસભા મતવિસ્તારની મુસદ્દા મતદારયાદીની ૧(એક) પ્રમાણિત નકલ તથા ASD મતદારોની યાદીની ૧(એક) પ્રમાણિત નકલ માન્ય તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિને આપવામાં આવી છે.
