હિન્દ ન્યુઝ, ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત છેલ્લાં 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓને ₹60 કરોડથી વધુની સહાય; પુન:લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ આપીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
દીકરીના લગ્ન એ પરિવાર માટે સૌથી મોટો ઉલ્લાસનો અવસર છે. આ પવિત્ર પ્રસંગે અનુસૂચિત જાતિના પરિવારોને આર્થિક ચિંતામાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી કુંવરબાઇનું મામેરું યોજના વરદાનરૂપ સાબિત થઈ રહી છે.
પાત્રતા ધરાવતી દીકરીઓ લગ્નના બે વર્ષની અંદર http://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
