હિન્દ ન્યુઝ, ગાંધીનગર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ તા. 07/12/2025ના રોજ SAI, સેક્ટર–15, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ (OH) સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાશે.
આ ખેલ મહોત્સવમાં શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ, સિટિંગ વોલીબોલ અને ક્રિકેટ જેવી સ્પર્ધાઓ યોજાશે, જેમાં જિલ્લામાંથી 450થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે પ્રથમ ક્રમે રહેનારને રાજ્ય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
આ આયોજનમાં વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે વિગતવાર માહિતી માટે 7016835058 પર સંપર્ક કરી શકાશે.
