પીંઢરડા ગામની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર મેહુલ દવે

હિન્દ ન્યુઝ, પીંઢરડા

    આજરોજ જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા પીંઢરડા ગામની મુલાકાતે જઈ હાલ ચાલી રહેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ ગામમાં ચાલતી SIR પ્રક્રિયા અંગે ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી, એકપણ મતદાર પાછળ ન રહી જાય તેની મહત્વની સમજ આપી હતી.

ગામમાં 100% SIR કામગીરી પૂર્ણ કરવા પ્રત્યે સક્રિય સહકાર આપવા બદલ BLOને કલેક્ટરએ સન્માનિત કર્યા હતા તેમજ આ પ્રક્રિયામાં ગામજનોના ઉત્સાહપૂર્ણ સહયોગની પ્રશંસા કરી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ્ય વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો સમયસર અને સમગ્ર રીતે મળી રહે છે કે કેમ તેની પણ સમીક્ષા કરી હતી. વધુમાં, ગામના લોકોને પડતી સમસ્યાઓના ઝડપી અને સકારાત્મક ઉકેલ માટે જિલ્લા તંત્ર સદૈવ પ્રતિબદ્ધ છે તેવી ખાતરી આપી હતી.

Related posts

Leave a Comment