હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પુરજોશમાં, ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.
ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ, જેમાં CEO હારીત શુક્લાએ ઉપસ્થિત પ્રતિનિધિઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા.
તેમણે જણાવ્યું કે, હાલ 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે, અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજિટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે.
