હિન્દ ન્યુઝ, કચ્છ
🇮🇳 સીમા સુરક્ષા દળ (BSF), જે ભારતની સરહદોનું રક્ષણ કરે છે, આજે તેના ૬૧મા સ્થાપના દિવસની ઉજવણી કચ્છના ભુજ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની મુખ્ય ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
🇮🇳 BSF દેશની આંતરિક સુરક્ષા અને તેની આંતરરાષ્ટ્રીય સરહદોના અનન્ય સંરક્ષણનું પર્યાય રહ્યું છે. યુદ્ધની સ્થિતિ હોય કે પછી કુદરતી આફતની, BSF ના સૈનિકો દરેક પડકારજનક પરિસ્થિતિમાં દેશ સેવા માટે અડગ અને અગ્રેસર રહ્યા છે.
🇮🇳 આજના કાર્યક્રમમાં પ્રભાવશાળી પરેડ આકર્ષણનું કેન્દ્ર રહી. આ પરેડ ફક્ત એક ઔપચારિક કાર્યક્રમ નહોતો, પરંતુ રાષ્ટ્રની રક્ષા કરતા બહાદુર યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતાની જીવંત અભિવ્યક્તિ હતી.
🇮🇳 આ ક્ષણે રાષ્ટ્રની રક્ષા કરતા પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. રાષ્ટ્ર હંમેશા આ બહાદુર સપૂતોનું ઋણી રહેશે.
