હિન્દ ન્યુઝ, સાવલી
મંત્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારે પદયાત્રામાં જોડાઈ સરદાર પટેલને પુષ્પાંજલિ આપી. બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈ પદયાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયાં.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ ‘સ્વદેશી ચીજવસ્તુ’ના ઉપયોગના શપથ લીધા સાથે જ માન. વડાપ્રધાનના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો પણ સંદેશ આપ્યો.
