સરદાર પટેલની 150મી જન્મજયંતી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા સુધી આ રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે.
11 દિવસની આ પદયાત્રા 26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે. સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવા માટે પ્રત્યેક દિવસે એક વિશેષ ‘સરદાર ગાથા’નું આયોજન.
