હિન્દ ન્યુઝ, સુરત
માય ભારત-સુરત (યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર) દ્વારા ગોડાદરા ખાતે આવેલ ગીતાંજલિ શાળામાં “તાલુકા કક્ષા ની રમત મહોત્સવ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રુપ રમતો અને સ્વતંત્ર રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી યુવાનોનું શારીરિક વિકાસ થઈ શકે અને ફીટ ઇન્ડિયા મોમેન્ટમાં સારી રીતે પોતાની કાબીલ્ય તો બતાવી શકે તે માટે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક નાયબ નિયામક સચિન શર્મા રહ્યા હતા.
