ભાવનગરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે SGFI રાજ્યકક્ષાની ટેબલ-ટેનિસ સ્પર્ધા

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્યકક્ષાની અં-૧૪, અં-૧૭, અં-૧૯ ભાઈઓ અને બહેનોની ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૧૫/૦૯/૨૦૨૫ થી ૨૦/૦૯/૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં જિલ્લાની ભાગ લેનાર ટીમોની એન્ટ્રી dso-sycd-bvncity@gujarat.gov.in પર તા.૧૩/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાની રહેશે. 

રાજયકક્ષા શાળાકીય ટેબલ ટેનિસ સ્પર્ધાનાં કાર્યક્રમ મુજબ અંડર-૧૯ ભાઇઓ અને બહેનો માટે રિપોર્ટિંગ તા. ૧૫/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સ્પર્ધા યોજાશે.

અંડર-૧૭ ભાઇઓ અને બહેનો માટે રિપોર્ટિંગ તા. ૧૭/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૧૮/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સ્પર્ધા યોજાશે.

અંડર-૧૪ ભાઇઓ અને બહેનો માટે રિપોર્ટિંગ તા.૧૯/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૨૦/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સ્પર્ધા યોજાશે.

તમામ વયજુથ માટે રિપોર્ટિંગ કરવા માટેનું સ્થળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ , ઇન્ડોર એડમીન હોલ, ભાવનગર તથા સ્પર્ધા માટેનું સ્થળ સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર રહેશે. સ્પર્ધા અંગેની ખાસ સૂચનાઓ ધ્યાનમાં લેવી જરૂરી છે તેમ જિલ્લા રમતગમત અધિકારી, ભાવનગરનીયાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment