ગિર-સોમનાથ,
તા : 13/8/2020, ગિર-સોમનાથ જીલ્લાનાં પ્રભાસ પાટણ ગામે વોડૅ નંબર 2 માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો ના આરોગ્ય ને ધ્યાને લઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. શહેરીજનો રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટો ની સુવિધાઓ થી વંચિત હાઉસ ટેક્સ, શિ. ઉપકર, સફાઈવેરો, દિવા બત્તી વેરો જેવાં અનેક વેરાઓના નામે લાખો રૃપિયા ઉઘરાવતી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો ને પાયાની સુવિધાઓ થી વંચિત રાખવામાં આવ્યા છે.
શહેરજનો, કોર્પોરેટરો, સામાજિક કાર્યકરો દ્વારા અનેકવાર લેખીત તથા મૌખિક રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી.
સાવૅજનિક પ્લોટોમાં ગંદગીથી પરેશાન લોકો નું સ્વાસ્થ્ય જોખમમાં શહેરીજનો ના હક અને અધિકારો માટે અને નાના બાળકોના સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય તે માટે તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી જરૃર આ સ્થળે પહોંચી અને નગરપાલિકાની શરમજનક કામગીરીને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવી જોઈએ.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ