વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે અનેક સ્થળોએ જુગાર રમતા કુલ  86 જુગારીયાની ધરપકડ

વડોદરા,

વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કોઠી તલાવડી ભવાની હોટલ પાછળ ડુમાડ ચાર રસ્તા પાસે સરોજબહેન માળી નામની મહિલા ઝૂંપડાની બહાર જુગાર રમાડી રહી છે, જેના આધારે પોલીસે દરોડો પાડી 12 જુગારીઓને ઝડપી પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસે 10 નંગ મોબાઇલ કિંમત રૂ. 38 હજાર અને અંગજડતીના રૂપિયા 10,300 તથા જમીન ઉપરના રૂપિયા 5120 તેમજ 5 વાહનો મળીને કુલ 2,03,420 રૂપિયાની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીજા દરોડામાં વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અશ્વિન કુમાર શાહ નામનો વ્યક્તિ રૂપમ ટોકિઝની બાજુમાં આવેલા સૂર્ય દીપ ચેમ્બરમાં જુગાર રમાડી રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા 55,700 રૂપિયા તેમજ 5 નંગ મોબાઇલ ફોન તથા વાહનો કબજે કર્યા હતા. ગોત્રી પોલીસે વાસણા ગામના ખુલ્લા મેદાનમાં દરોડો પાડી 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે અંગજડતીના 10,400 રૂપિયા તથા જમીનના ઉપરના 4,100 રૂપિયા તથા 5 નંગ મોબાઇલ ફોન અને 4 ટુ વ્હીલર વાહનો સહિત કુલ 1,15,500 રૂપિયાની મત્તા કબજે કરી હતી.માંજલપુર પોલીસે  GIDCમાં યુનિયન બેન્કની સામે વિનાયક એન્જિનિયરિંગમાં પોલીસે દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે જમીન ઉપરના 6,360 રૂપિયા, દાવ પરના 4240 રૂપિયા, 8 નંગ મોબાઇલ, 3 ટુ વ્હીલર વાહનો સહિત કબજે કર્યા હતા. માંજલપુર પોલીસે  દરોડો પાડી  5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પટ પરના 9,410 રૂપિયા, દાવ પરના 4,200 રૂપિયા, 4 મોબાઇલ, એક કાર સહિત 4,33,610 રૂપિયાની મત્તા કબજે કરી હતી.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment