રાજકોટ,
રાજકોટ શહેર જીલ્લામાં સંક્રમણ વધતું અટકાવવા માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહને તહેવાર સંબંધી એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે મુસ્લિમ બીરાદરોનો પવિત્ર પર્વ મહોરમ આગામી તારીખ.૩૦ અને ૩૧ તારીખે આવતો હોય. આ મહોરમ અંતર્ગત શેરી, મહોલ્લામાં કે વિસ્તારમાં તાજીયા ઠંડા ન કરવા, વિસર્જન ન કરવું, બે ફૂટથી વધુ ઉંચાઈ ન રાખવી, સ્થાપના ન કરવી, જાહેરમાં મંડપ, પંડાલ કે ડેકોરેશન ન કરવું તેમજ ધાર્મિક વિધિ માટે ડી.જે ન વગાડવું, જાહેરમાં કોઈ ઝુલુસ ન કાઢવું, કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય ન કરવું, મહોરમ નિમિતે કોરોના સંક્રમણ અટકાવવા તમામે ફરજીયાત માસ્ક પહેરવું. અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું, તેમજ દો ગજકી દુરી રાખી ૪ થી વધુ લોકોએ એક સ્થળે એકઠું ન થવું. સહિતના નિયમોનું પાલન કરવા જણાવાયું છે. આ જાહેરનામું રાજકોટ જીલ્લામાં આજથી આગામી તારીખ.૩૧ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ