રાજકોટ,
રાજકોટ શહેર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણ શોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી. જે અન્વયે L.C.B રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ એમ.એન.રાણાના માર્ગદર્શન મુજબ L.C.B શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા.
તે દરમ્યાન મળેલ પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા નાઓને સંયુકતમાં ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ જે હકિકત આધારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે, રાજકોટ-પોરબંદર નેશનલ હાઇ-વે રોડ ઉપરથી ૧૫ ઇસમોને ધાડ પાડવાની તૈયારી કરતા ઘાતક હથીયારો તથા મોબાઇલ ફોન તથા ત્રણ ટ્રક વાહનો સાથે પકડી હસ્તગત કરી. ૧૪ વણ શોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ