હિન્દ ન્યુઝ, રાજકોટ
કવિ- ગઝલકાર અમૃત ઘાયલની આ પંક્તિ કવિતાના શબ્દોની તાકાતને અને કવિ હ્રદયના જીવનની સાર્થકતાને રજૂ કરે છે. કવિતાએ સાહિત્યનું એવું સ્વરૂપ છે કે જેને યાદ રાખવા નાના બાળકને પણ પ્રયત્ન કરવો પડતો નથી. ગાયનથી લોકોના હ્રદય અને આત્મા સુધી પહોચતું આ સાહિત્ય હાઈકુ જેવા નાના સ્વરૂપ થી લઈને મહાકાવ્યો સુધીના વિવિધ સ્વરૂપે ઓછાં શબ્દોમાં સુંદર કે ધારદાર તમામ રસો પીરસે છે. આ કાવ્યોની અનેરી અસરને જાણીને યુનેસ્કોએ ૧૯૯૯મા ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો.
કવિતાના મહત્વ વિષે યુનેસ્કોના વડા ઓડ્રે ઓઝ્લોવે કહ્યું કે, “શબ્દોમાં ગોઠવાયેલ, રંગીન છબીઓથી યોગ્ય માપદંડથી છલકાયેલ કવિતાની શક્તિનો કોઈ મુકાબલો નથી. કવિતા સંવાદને સમૃધ્ધ બનાવે છે. અભિવ્યક્તિના એક આત્મીય સ્વરૂપ તરીકે તે અન્ય લોકો માટે પ્રગતિના દરવાજા ખોલે છે.” સમૃધ્ધ સાહિત્ય કવિતાઓ મુકતક, ગીતો, ગઝલ વગેરે જેવા પ્રકારે લોકજીવનમાં ઉતર્યું છે. કવિતાઓ ગાયન દ્વારા લોકો સુધી પહોંચે છે ત્યારે ચાલો આપણા રાજકોટના પ્રખ્યાત ગાયક શ્રી નિલેશભાઈ પંડ્યાના મુખે જ જાણીએ વિશ્વ કવિતા દિવસ વિષે