હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ 2.0નો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ
માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ ડેવલપ કરવા અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઈન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ આ અવસરે વિવિધ સ્ટાર્ટ-અપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમના ઇનોવેશન્સ અને આઈડિયાઝ બાબતે રસપૂર્વક માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા