હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો રોજબરોજ કરવામાં આવી રહ્યા છે.
જેના અનુસંધાને ગૌરીદળ ખાતે રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેનો મુખ્ય હેતુ રોડ સેફ્ટી બાબતે લોકોમા જાગૃતિ લાવવા માટેનો હતો. આ ટુર્નામેન્ટમા રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને દેવ ભૂમિ દ્વારકા સહીત કુલ ૮ જિલ્લાની ટિમોએ ભાગ લીધો હતો. આ રોડ સેફટી ટુર્નામેન્ટમા જામનગર જિલ્લાની ટીમ વિજેતા બની હતી.