વડોદરા,
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ડભોઈ નગરની સાથે સાથે અંતરિયાળ ગામોમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. આજ રોજ ડભોઈ નગરમાં નવા આવેલ 8 પોઝીટીવ કેસોમાથી નગરના કોટ વિસ્તાર બહાર આવેલી ગાયત્રી કોમ્પલેક્ષ સોસાયટીમાંથી 3 કેસ, સ્ટેશન રોડ પરથી 2 કેસ તેમજ મંડાળા ગામે 2 કેસ અને કાયવરોહન ગામેથી 1 કેસ પોઝિટિવ મળી આવેલ છે. કોરોનાનો કુલ આંકડો 192 પર પહોંચ્યો છે અને 165 સંક્રમિત સારવાર હેઠળ છે.
રિપોર્ટર : નઈમ હુઈ, વડોદરા