મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઈણાજ ખાતે આવેદન કરી શકશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ(SGFI) અંડર ૧૪, અંડર ૧૭, અંડર ૧૯ આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) તેવી મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એકજ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” અમલી છે.

આ યોજના માટેનું અરજી ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જીલ્લા સેવા સદન, રૂમનં. ૩૧૫-૩૧૬, બીજો માળ, ઇણાજ, તા.વેરાવળ, જિ. ગીર-સોમનાથ સંપર્ક કરી મેળવી સંપૂર્ણ વિગત ભરીને તા. ૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાનું રહેશે. ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે.

આ અંગે વધુ માહિતી માટે ગીર સોમનાથ જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયા મો. નં. ૯૪૨૯૦ ૦૦૦૪૦નો સંપર્ક કરવો.


Advt.

 

 

Related posts

Leave a Comment