12-જામનગર લોકસભા બેઠકની મત ગણતરીને લઈને જામનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

હિન્દ ન્યુઝ, જામનગર

   જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ની ૧૨-જામનગર લોકસભા બેઠકની મતગણતરી હરિયા કોલેજ ખાતે આવતીકાલ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે.

૧૨-જામનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ ૮૬ ટેબલ ઉપર મત ગણતરી થશે. તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટીંગ માટે ૧૦ ટેબલ રાખવામાં આવશે.

વિધાનસભા મતદાર વિભાગ દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ઇવીએમ મશીન માટે ૧૨ ટેબલ તથા ૨૪ રાઉન્ડમાં, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભામાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા જેમાં ૧૨ ટેબલ અને ૨૦ રાઉન્ડ,૭૯-જામનગર (દક્ષિણ)માં ૧૨ ટેબલ અને ૧૭ રાઉન્ડ, ૮૦-જામજોધપુરમાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૮૧-ખંભાળિયામાં ૧૪ ટેબલ પર ૨૪ રાઉન્ડમાં અને ૮૨-દ્વારકા વિધાનસભા મત વિસ્તારની ગણતરી ૧૨ ટેબલ પર અને ૨૬ રાઉન્ડમાં કરવામાં આવશે.


Advt.

 

 

 

 

Related posts

Leave a Comment