ભાવનગરમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા ૧૦,૨૦૬ જેટલાં અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી ૭ મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ જગ્યાઓએ પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેના ફેસિટિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.જેમાં ૧૦૨૦૬ લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

અત્રે નોંધનીય છે કે, ૯૯-મહુવા વિધાનસભા મતક્ષેત્રમાંથી ૧૦૯૫ લોકોએ, ૧૦૦-તળાજા વિધાનસભામાંથી ૧૦૯૬ લોકોએ, ૧૦૧-ગારીયાધારમાંથી ૯૭૨ લોકોએ,૧૦૨-પાલીતાણામાંથી ૧૧૫૬ લોકોએ, ૧૦૩- ભાવનગર ગ્રામ્યમાંથી ૧૯૬૬ લોકોએ, ૧૦૪-ભાવનગર પૂર્વ માથી ૧૯૮૪ લોકોએ તેમજ ૧૦૫-ભાવનગર પશ્ચિમ વિધાનસભા માંથી ૧૯૩૭ સહિત કુલ-૧૦૨૦૬ જેટલાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા લોકોએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બન્યાં હતાં.

Related posts

Leave a Comment