હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ ની સામે સરકારી પટ્ટા પરની જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો ખડકી દીધેલ છે જ્યાં નોનવેજ તેમજ ખુલ્લા માં દુકાનમાં તિંગાડેલ માસ મટન જાહેરમાં તેમજ દુકાનોની અંદર કટીંગ કરી તેમનો બગાડ પણ જાહેરમાં ત્યાં જ ફેંકી તેમનું વેચાણ કરે છે. જેને લઈ સામે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સના દુકાનદારો અને આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ ગેરકાયદેસર ખુલ્લામાં વેચાણથી અને તેના બગાડને ખુલ્લામાં ફેકવાથી દુર્ગંધ તથા પશુઓ, ગૌવંશ પણ આરોગતા હોવાથી તેમને પણ બીમારી થતી હોય. જેને લઈ સ્થાનિક રહેવાસીઓ તેમજ આસપાસના દુકાનદારોએ લગત વિભાગોમાં ઉપરોક્ત નોનવેજ ની દુકાનો બંધ કરાવવા તેમજ આરોગ્ય બચાવવા રજૂઆત કરેલ હતી. તે સંદર્ભે હિન્દુ સેનાને પણ રજૂઆત કરતા હિન્દુ સેના દ્વારા કલેક્ટર, ડી.એસ.પી તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં આ પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા અરજ કરેલ હતી. તેમ છતાં કોઈ રાજકીય દબાણ કે માથાભારે વગ ધરાવતા આવા લોકો સામે સરકારી ખાતું એક્શન લેવામાં પાંગળું સાબિત થયું હોય ત્યારે ટુકાગાળામાં પ્રશ્નનો નિકાલ નહીં આવે તો હિન્દુ સેના જાતે ત્યાં પહોંચી ગંભીર પ્રશ્નોની ચકાસણી કરી યોગ્ય નિકાલ લાવવા પ્રયત્ન કરશે. જેમાં કાયદો અને પરિસ્થિતિ ન કથડે તેની જવાબદારી સરકારની રહેશે. જેની ગંભીરતા લઈ જામનગર જિલ્લાના ખાવડી ગામ ખાતેના રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ સામેના ભાગે આવેલ ગેરકાયદેસર દુકાનોમાં ચાલતા આવા નોનવેજના વેચાણ તેમજ ખુલ્લામાં ફેકાતા માસ મટનના કચરાને બંધ કરાવવા હિન્દુ સેના યુવા પાંખ દ્વારા માંગણી કરવામાં આવી છે.