આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૪૪૭ યુવા મતદારો મતદાન કરશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે.

આ ચૂંટણીમાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ખંભાત વિધાનસભામાં ૪૯૦૫, બોરસદ વિધાનસભામાં ૫૮૧૭,આંકલાવ વિધાનસભામાં ૫૬૦૧, ઉમરેઠ વિધાનસભામાં ૫૫૮૭, આણંદ વિધાનસભામાં ૫૩૬૧, પેટલાદ વિધાનસભામાં ૬૧૮૩ અને સોજીત્રા વિધાનસભામાં ૪૯૯૩ મળીને કુલ ૩૮, ૪૪૭ યુવા મતદારો મતદાનમાં સહભાગી બનનાર છે.

૮૫ વર્ષથી વધુ વય ધરાવતા મતદારોની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં ૧૩,૬૯૩ મતદારો મતદાન કરશે, જેમાં ખંભાત વિધાનસભામાં ૧૮૫૦, બોરસદ વિધાનસભામાં ૧૯૬૦, આંકલાવ વિધાનસભામાં ૧૬૨૧, ઉમરેઠ વિધાનસભામાં ૨૩૬૬, આણંદ વિધાનસભામાં ૨૯૧૫, પેટલાદ વિધાનસભામાં ૧૪૮૪, અને સોજીત્રા વિધાનસભામાં ૧૪૯૭ મતદારો કે જેઓ ૮૫ વર્ષથી વધુ વયના છે તેઓ મતદાનમાં સહભાગી બનશે.

દિવ્યાંગ મતદારોની વાત કરીએ તો સમગ્ર આણંદ જિલ્લામાં કુલ- ૧૩,૭૪૩ દિવ્યાંગ મતદારો મતદાન કરશે. જેમાં ખંભાત વિધાનસભામાં ૧૭૫૧, બોરસદ વિધાનસભામાં ૧૯૯૪, આંકલાવ વિધાનસભામાં ૧૭૫૩, ઉમરેઠ વિધાનસભામાં ૧૯૫૭, આણંદ વિધાનસભામાં ૨૨૬૮, પેટલાદ વિધાનસભામાં ૨૦૯૮ અને સોજીત્રા વિધાનસભામાં ૧૯૨૨ મતદારો કે જેઓ દિવ્યાંગ મતદારો છે, તેઓ પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે.

Related posts

Leave a Comment