હિન્દ ન્યુઝ, મહિસાગર
હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે મહિસાગર નાં કડાણાનાં આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે. હોળી પહેલા અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય કડાણા જૂની ગોધર ગામે ચાડીયાનો મેળો યોજાયો. મેળામાં મહિલાઓ લાકડીનો માર પુરુષોને મારે છે પુરુષો માર ખાતા-ખાત ચાડીયો છોડવા ઉપર પર ચડે છે આજે જૂની ગોધર ગામમાં માં પણ પરંપરાગત રીતે ચાડીયાનો મેળો યોજાયો હતો. જેમાં ગોળ, ખજૂર, અને ધોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી લાકડાની બેળ ઉપર બાંધવામાં આવે છે. ગોળ ફરતા વાંસની લાકડીઓ લઈ આદિવાસી લોકગીતો ગાતા જઈને મહિલાઓ ગોળ-ગોળ ફરતી હોય છે. જે ગામનોજ યુવાન ઉપર ચાડિયો બાંધેલો હોય લેવા ઉપર ચઢે છે.
ત્યારે મહિલાઓ તેને લાકડી વડે મારે છે. માર ખાતા જઈને યુવક ઉપરથી ચાડિયો ઉતારે છે. પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે આ રીતે સ્વયંવર યોજવામાં આવતો હતો. આ રીતે જે યુવક માર ખાતાં જઈને ઉપરથી ચાડિયો લઈ આવે પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ મેળો આજે પણ યોજાય છે.
રિપોર્ટર : જયેશ ડામોર, મહિસાગર