કરજણ નગરપાલિકા ની નવીકચેરી નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ભરૂચ

            ૨૭ડિસેમ્બર નાં રોજ સવારે ૧૦કલાકે વિશાલ શેહરીજનો અને રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં કરોડોનાં ખર્ચે બનાવેલ કરજણ નવરપાલિકા ની નવી કચેરી નું લોકાર્પણ કાર્યકમ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે કરજણ ભરત મુનિ.હોલ ખાતે આયોજિત કાર્યક્રમ માં રાજ્ય કક્ષાનાં શહેરી વિકાસ ગ્રહનિર્માણ વિભાગના ગુજરાત સરકારનાં વિનોદભાઈ મોરડીયા અતિથિ વિશેષ ચેરમેન ગુજરાત મુન્સિપાલ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ, માજી ધારાસભ્ય સતીસ પટેલ, નિસાળિયા કરજણ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચાવડા, ઉપપ્રમુખ જયેશ પટેલ, નગરપાલિકાનાં ચીફ ઓફિસર તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ખાલિદ શેખ, ભરૂચ

Related posts

Leave a Comment