વિંછીયા તાલુકા નાં હાથસણી ગામમા સીમમાં ગાંજા નું વાવેતર ઝડપાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ

          રાજકોટ જિલ્લા માં વધુમાં વધુ કેશો કરવામાં સુચના આપેલ મુજબ રાજકોટ એ.સો.જી પેટ્રોલિંગ હતી એ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી નાં આઘારે હાથસની ગામ નો ભરત જીલુ મકવાણા રહે. હાથસની તાલુકો વિંછીયા વાળા નેં પોતાના કબ્જા વાળી વાડી માં ગેર કાયદેસર રીતે ગાંજા નાં છોડ નું વાવેતર કરેલ જે હકીકત નાં આધારે રેડ કરતાં આરોપીની વાડી માંથી લીલા ગાંજા નાં છોડ સાત તથા 2કિલો 30ગ્રામ સુકાં ગાંજાનાં જથ્થા સાથે હાજર ઈસમ ને પકડી પાડી વિંછીયા પો.સ્ટે. ખાતે એન.ટી.પી.એસ.એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

રિપોર્ટર : પ્રતાપ ખાચર, રાજકોટ

Related posts

Leave a Comment