ભાણવડમાં આવેલ ચર્ચ ખાતે નાતાલ પર્વની કરાઈ ઉત્સાહપૂર્વક ઉજવણી

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા

            ભાણવડમાં આવેલ ચર્ચ ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ ખાસ પૂજા પાઠ સાથે ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કરાઈ હતી. ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું તેમજ ભગવાન ઇસુનો જન્મ ગાયની ગમાંણમાં થયો હતો માટે ચર્ચના પટાંગણમાં ગાયની ગમાંણનું મોડેલ, કોરોના વેકસીનેશન સંદર્ભે જાગૃતિ અર્થે 15 ફૂટ મોટી રંગોળી પણ કરાઈ હતી. વળી નાતાલના શુભ દિવસે સવારે જાદુગર વિપુલકુમારનો શો, બાદમાં બટુક ભોજનનો કાર્યક્રમ પણ રખાયો હતો જેમાં 400 જેટલા બટુકોએ પ્રસાદી લીધી હતી. આ દિવસે ભાણવડના ધર્મપ્રેમી લોકોએ ચર્ચની મુલાકાત લીધી હતી અને ચર્ચને કરવામાં આવેલ શણગાર, ગાયની ગમાંણનું મોડેલ અને રંગોળી જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.

 

 

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment