પેન્શનરો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં જિલ્લા તિજોરી કચેરીને મોકલવાની રહેશે

 રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો પેન્શનમાંથી ટી.ડી.એસ.ની કપાત થશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ 

           ગીર-સોમનાથ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા પેન્શનરોની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરો એ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૩૧/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ગીર-સોમનાથને પહોંચતી કરવાની રહેશે. જો રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો આવકવેરાના પ્રવર્તમાન નિયમોનુસાર પેન્શનરમાંથી ટી.ડી.એસ.ની કપાત શરૂ કરવામાં આવશે તેમજ પાનકાર્ડની નકલ રજૂ નહી થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઇ શકશે નહી જેની સર્વે પેન્શનરોએ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment