હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ધ અર્બન ફોરેસ્ટ – રામવન દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતામુજબ ખુલ્લુ રાખવામાં આવેલ જેમાં તા.૧૪-૧૧-૨૦૨૩થી તા.૧૬-૧૧-૨૦૨૩ સુધીમાં કુલ ૧૩૧૦૦ મુલાકાતીઓ રામ વન અર્બન ફોરેસ્ટની મુલાકાત લીધી હતી તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
તેમણે સંયુક્ત યાદીમાં વધુ જણાવ્યું હતું કે, રામ વન અર્બન ફોરેસ્ટ ખાતે પ્રાકૃતિક સોંદર્યને ધ્યાનમાં રાખીને વનનું નિર્માણ કરવામાં આવેલ છે. શહેરીજનો માટે તહેવારોને ધ્યાનમાં રાખીને હરવા-ફરવા માટે એક ઉત્તમ સ્થળ રામ વન બની રહ્યું છે.