અયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિરમાં જામનગર થી ઐતિહાસિક મંદિરો ની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ મોકલાશે

અયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિરમાં જામનગર થી ઐતિહાસિક મંદિરો ની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ મોકલાશે

વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાની જિલ્લા બેઠક મળી

 

જામનગર:
જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદની રવિવારે જિલ્લા બેઠક મળી હતી. આ જિલ્લા બેઠકમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ જન્મભૂમિ મંદિરના પાયામાં દેશભરના પવિત્ર મંદિરો અને જળાશયોમાંથી જલ મોકલવા માટેના આયોજનમાં જામનગર જિલ્લામાંથી પણ ઐતિહાસિક અને પૌરાણિક જુદા-જુદા ધર્મસ્થાનોની માટી અને પવિત્ર પૌરાણિક જલાશયોમાંથી જલ મોકલવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના કાશીવિશ્વનાથ રોડ પર આવેલ જામરણજીતસિંહ છાત્રાલય (સંસ્કૃત પાઠશાળા) ખાતે રવિવારે બપોરે વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા બેઠક મળી હતી. કોરોનાના કહેર વચ્ચે શોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડ લાઇન્સ મુજબ આ બેઠકમાં જામનગર જિલ્લાના તમામ પ્રખંડ થી લઈને વિભાગના અપેક્ષિત જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક રવિરાજસિંહ જાડેજા દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગરના જીલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા પણ જોડાયા હતા. આ બેઠકનું સંચાલન જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયાએ કર્યું હતું. માતૃશક્તિ મહિલા વિભાગના જિલ્લા સંયોજિકા નિમિષાબેન ત્રિવેદીએ મહિલા પ્રકલ્પોની માહિતી આપી હતી. આ ઉપરાંત જિલ્લા બજરંગદળના સહ સંયોજક પ્રીતમસિંહ વાળા, સમરસતા સંયોજક જીવરાજભાઈ કબીરા, ધર્માંચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા દ્વારા આગામી કાર્યક્રમો અંગે વિચાર રજૂ કરાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા પ્રેસ-મીડિયા સંયોજક કિંજલભાઈ કારસરીયાએ આગામી કાર્યક્રમ અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરી સફળ બનાવવા સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત જિલ્લા બેઠકમાં બજરંગદળના શહેર સંયોજક વિમલભાઈ જોશી, બજરંગદળ શહેર સહસંયોજક અવીભાઈ કોટેચા, પ્રફુલ્લભાઈ ચૌહાણ, કમલેશભાઈ બગલ સહિતના હોદ્દેદારો અને પ્રખંડના પ્રતિનિધિત્વ કરવા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા  રામ જન્મ ભૂમિ પરના  ભવ્ય રામમંદિર નિર્માણમાં જામનગર જિલ્લામાં આગામી તા.26 જૂન સુધી દરેક પ્રખંડોમાંથી ઐતિહાસિક મંદિરોની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ એકત્રીકરણ કરી મોકલવામાં આવનાર છે. જામનગરમાંથી સિધ્ધનાથ મહાદેવ મંદિર, વિશ્વવિખ્યાત બાલા હનુમાનજી મંદિર તેમજ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ ની આદ્ય પીઠ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરની માટી અને જામનગરના રાજાશાહી વખતના રણજીતસાગર ડેમ અને રણમલ (લાખોટા) તળાવ માંથી જલ એકત્રીકરણ કરી આગામી તારીખ 26 જૂન 2020 ના શુક્રવારે સંતો મહંતોની ઉપસ્થિતિમાં બાલા હનુમાનજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો  અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લામાંથી તમામ ધાર્મિક સ્થાનોમાથી એકત્ર થયેલ માટી અને જળાશયોના જળનું પૂજન પૂજન-અર્ચન કરી અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે સૌરાષ્ટ્ર પ્રાંતમાં રવાના કરાશે.

જિલ્લા બેઠકમાં રામ જન્મભૂમિ પર નિર્માણ પામી રહેલા મંદિરમાં છોટીકાશી ગણાતા જામનગરના ઐતિહાસિક મંદિરો અને જલાશયોમાંથી માટી અને જળ એકત્ર કરવા ઉપરાંત આગામી સમયમાં આવનાર કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લામાં પ્રખંડ કરાયેલા કાર્યક્રમોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..
જોડિયા તાલુકાના હડિયાણા ગામે વિશ્વહિંદુ પરિષદ જોડિયા પ્રખડ મંત્રી નળીયાપરા હિરેનભાઈ બાબુલાલ..વકાતર બીપીનભાઈ વસ્તાભાઈ..જૂથર ભોલાભાઈ રૂખાભાઈ..જાદવ જયદેવ દિનેશભાઇ. અને વેસરા મનસુખભાઇ જે.તેમજ વિશ્વહિંદુ પરિષદના કાર્યકતા દ્વારા આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડળીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવડેસદાસજી મહારાજ ના સાનિધ્ય માં જળ અને માટી નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…

 

રિપોર્ટર : શરદ એમ.રાવલ.
હડિયાણા (જામનગર) 

Related posts

Leave a Comment