જૂનાગઢ ના ભેંસાણ ના પરબ ધામ ખાતે સાદાઈ થી અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ,

કોરોના મહામારી ને લઈને સરકાર ની જણાવ્યા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાન માં લઈને સંત સતદેવિદાસ અને માં અમર દેવીદાસ ના ધામે ઘ્વજા રોહન કરવામાં આવ્યું. અષાઢી બીજ હોય ત્યારે  ભેસાણ તાલુકાના પરબધામ મા મેળાનું આયોજન કરવામાં આવે છે હોય પરંતુ કોરોના ની મહામારીને લઈને પરબધામ ના ગાદીપતિ કારસનદાશબાપુ ગુરુ સેવાળાશબાપુ એ 30.6.2020 સુઘી મંદિર બંધ

રાખવાની ઘોસણા કરી હોય ત્યારે અષાઢી બીજ હોય અને કોઈ દર્શનાર્થી મંદિરે પ્રવેશે નહીં એ માટે ભેસાણ ઇંચાર્જ પી.એસ.આઈ.માલમે પરબધામ તરફ જતા 3 રસ્તા બંધકરાયા હતા. સાથે મંદિરના 15 જેટલા દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. સવારે 9 કલાકે મંદિરમાં પરબધામ ના મહંત કારસંદસબાપુ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હજારો વર્ષો પહેલા પરબધામ મા રકપિત ની સેવા કરતા દેવીદાસબાપુ મા અમારમાં અષાઢી સુદ બીજ ના દિવસે જીવતા સમાધિ લીધી હતી. ત્યાર બાદ એમની તિથિ માં બીજ ઉજવવામાં આવે છે.

Related posts

Leave a Comment