તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૬૧૭ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ
       રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો કાશીવિશ્વનાથ એપાર્ટમેન્ટ, રૈયાધાર મેઈન રોડ, હરીનગર, ગોપાલચોક, બંસીધરપાર્ક, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ઘનશ્યામનગર તથા આજુબાજુમાંથી ૪૮ (અડતાલીસ) પશુઓ, શાસ્ત્રીનગર, ઈન્દીરાનગર, ચંદનપાર્ક, ઘંટેશ્વર, મહાલક્ષ્મી સોસાયટી, સમૃદ્ધિ સોસાયટી, કીડવાઈનગર, ધર્મરાજપાર્ક, ધરમનગર મેઈન રોડ, મારવાડીવાસ, સોમનાથ રેસીડેન્સી વિગેરે વિસ્તારમાંથી ૪૯ (ઓગણપચાસ) પશુઓ, માધાપર ગામ, યોગરાજનગર, નાગેશ્વર, બજરંગવાડી, ગાંધીગ્રામ, છોટુનગર મેઈન રોડ, મોચીનગર, અક્ષરનગર મેઈન રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા, માધાપર ગામ વિગેરે વિસ્તારમાંથી ૪૬ (છેતાલીસ) પશુઓ ૮૦ ફૂટ રીંગ રોડ, સત્યમપાર્ક, સંતકબીર રોડ, જુનો મોરબી રોડ, બાલક હનુમાન પેડક રોડ, મયુરનગર મેઈન રોડ, રાજારામ સોસાયટી, શક્તિ સોસાયટી, બેડીપરા રોડ, રામનાથપરા મેઈન રોડ, ભાવનગર મેઈન રોડ વિગેરે વિસ્તારોમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, કોઠારીયા ગામ, સ્વાતીપાર્ક, ગોકુલપાર્ક, બ્રહ્માણી હોલ, શ્રી રામપાર્ક, રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, કોઠારીયા એનિમલ હોસ્ટેલ, વિગેરે વિસ્તારોમાંથી ૨૯ (ઓગણત્રીસ) પશુઓ, આજીડેમ પોલિસ સ્ટેશન સામે, ગુલાબનગર, સીતારામ સોસાયટી, રણુજા મંદીર સામે, રાજેન્દ્રપ્રસાદ સોસાયટી, શીતળાધાર વિગેરે વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ) પશુઓ, માર્કેટીંગ યાર્ડ, શિવનગર, જુના જકાતનાકા, વેલનાથપરા, R.T.O. પાછળ, શ્રીરામનગર, નરસિંહનગર, શીવનગર, ગ્રેનલેન્ડ ચોકડી, ઠાકર ચોક, જયજવાન જયકીશાન, પારેવડી ચોક, લક્ષ્મી સોસાયટી વિગેરે વિસ્તારમાંથી ૨૫ (પચીસ) પશુઓ છપ્પનીયા ક્વાર્ટર, ન્યુ શક્તિ સોસાયટી, ભગવતીપરા, પ્રદ્યુમનપાર્ક, રણછોડનગર, ગીરીરાજ પાર્ટી પ્લોટ, મહાત્માગાંધી પ્લોટ, રઘુવીરપરા, મોરબી રોડ વિગેરે વિસ્તારમાંથી ૨૯ (ઓગણત્રીસ) પશુઓ, વિવેકાનંદનગર, વિનોદનગર,  નીલકંઠપાર્ક, ગાયત્રીનગર, બાપુનગર, ગુંદાવાડી, સહકાર મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૮ (આઠ) પશુઓ, ભગવતીપરા મેઈન રોડ, પોપટપરા મેઈન રોડ, રેલનગર મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૯ (નવ) પશુઓ, કનૈયા ચોક, ભારતીનગર, ગૌતમનગર, લાખનો બંગલો મેઈન રોડ, ઉગતા પોરની મેલડી માં, મોચીનગર એરપોર્ટની દીવાલ પાસે  વિગેરે વિસ્તારમાંથી ૧૫ (પંદર) પશુઓ, લક્ષ્મીવાડી, નવદુર્ગા સોસાયટી, સુવર્ણા હનુમાન મંદિર પાસે, નંદા હોલ, નળોદાનગર, બાબરીયા કોલોની વિગેરે વિસ્તારોમાંથી ૨૨ (બાવીસ) પશુઓ  હંસરાજનગર, ઘનશ્યામ રેસીડેન્સી, ખોડીયારનગર, આંબેડકર મેઈન રોડ, મોટા મવા મેઈન રોડ, તાલુકા પોલીસ સ્ટેશન સામે, કણકોટ પાટીયા, વિસ્તાર, વિગેરે વિસ્તારોમાંથી ૪૩ (તેતાલીસ) પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૬૧૭ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment