ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન- DMF તેમજ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ –BADP ગ્રાન્ટ વિકાસકામ

હિન્દ ન્યુઝ, ભુજ 

            કચ્છ જીલ્લો એ વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ જીલ્લો હોવાના કારણે કલેકટર પ્રવિણા ડી.કે.  જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા તેમજ જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના સતત પ્રયત્ન ના કારણે ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન- DMF ગ્રાન્ટમાંથી વર્ષ ૧૮-૧૯ માં એબ્યુલન્સ વાહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગેડી  તેમજ વર્ષ –૨૧-ર૨ માં એમ્બ્યુલન્સ વાહન  આરોગ્યશાખા કચ્છને ; પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠારા, મોથાળા, ભારાપર, દહીંસરા, ગાગોદર, નાના આસંબીયા અને ખેડોઈ ને વર્ષ-૨૧-ર૨ માં રૂા.૧,૧૯,૧૫,૦૦૦ તેમજ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ-BADP ગ્રાન્ટમાંથી વર્ષ –૨૦-ર૧ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલા ને રૂા.૧૪,૨૯,૦૦૦ની ફાળવણી થયેલ છે. જે GEM પોર્ટલ માફરતે એમ્બ્યુલન્સની ખરીદી નિયમોનુંસાર કરવામાં આવેલ છે. આમ ૯ નવી એમ્બ્યુલન્સ વાહન  આરોગ્યશાખાને મળેલી છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રસૃતિગૃહ મંજુર થયેલ છે.

          તદઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨નાં DMF તેમજ BADP ગ્રાન્ટ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરાનું  નવું બાંધકામ ચાલુ છે.  જે બાંધકામ માટે રૂા.૧,૦૪,૦૭,૪૧૮  મંજુરી મળેલ છે. સાથે  ધોળાવીરા પ્રા.આ.કેન્દ્ર પ્રસૃતિગૃહ સેવાઓ માટે ૨૪x૭  તૈયાર થઇ રહયું છે.  જે બાંધકામ માટે રૂા.૯૫,૦૯,૫૩૪ ની મંજુરી મળેલ છે. આના કારણે જીલ્લાની પ્રાથમિક આરોગ્ય સેવાઓ ખુબજ સુદ્રઢ થઇ છે.આ માટે નાગરિકો વતી આરોગ્ય શાખા કચ્છ  આભાર પ્રગટ કરે છે એમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનક માઢકની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment