હિન્દ ન્યુઝ, કાલાવડ
કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ગત થોડાં દિવસો અગાઉ એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી આશરે આઠ લાખથી વધુની સોના અને ચાંદીના દાગીનાઓની ચોરીઓ થવા પામી હતી જોકે ગત રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકના પો.કો એવાં જીતેન પાગડાર અને સંજય બલીયાને એક સંયુક્ત બાતમી મળી હતી કે, “જશાપર માં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ગામમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરે છે” અને આ ઈસમને પોલીસ દ્રારા ઝડપી પાડતાં અરુણ ગોરધનભાઈ ચૌહાણ હાલ રહે. હીરપરા સ્કૂલની પાછળ આવેલ ઝૂપડપટ્ટી વાળાઓ પાસેથી ચોરી કરેલ દાગીનાઓ માંથી ૪૫૦૦/- રૂ. કિંમતના ચાંદીના સાંકળા મળી આવતાં પોલીસે વધું પુછપરછ કરતાં અરુણ ચૌહાણએ ગત થોડાં દિવસ અગાઉ જશાપર નાં એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી ચોરીઓ કરવા માટે અન્ય ફરાર પાંચ લોકો એવા દિનેશભાઈ રણજીતભાઇ રાઠોડ, કડકસિંગ, ભીખાભાઈ, ક્રિષ્ણાભાઈ અને અર્જુન તમામ રહે. મહેસાણાનાઓએ મદદગીરી કરી હોવાનુ અને તમામ આઠ લાખથી વધુ ચોરીના ઘરેણાંઓ કાલાવડના ત્રણ લોકો એવા (1) ધર્મેશભાઈ હેમંતભાઈ પાલા – શ્રી કૃષ્ણ જવેલર્સ, રહે. સિનેમા રોડ ગરબી ચોક, એચ.ડી.એફ.સી બેંકની પાછળ, કાલાવડ (2) હિતેશકુમાર છોટાલાલ કડેચા – શ્રી ગીરીરાજ જવેલર્સ, રહે. હવેલી શેરી, મેઈન બજાર, કાલાવડ (3) અનિલભાઈ હેમંતભાઈ પાલા – શ્રી રાધે ક્રિષ્ના જવેલર્સ, રહે. ગોવિંદપરા -૧, કોર્ટ સામેની ગલી, કાલાવડ નાંઓને વેચી દીધા હોવાની કબુલાત કરી હતી.
પોલિસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શ્રી ક્રિષ્ના જવેલર્સનાં માલિક ધર્મેશ પાલા ગત બે વર્ષ અગાઉ પણ ચોરીના ઘરેણાંઓ ખરીદવાના પગલે પોલીસે ધરપકડ કરી હતી. તો શું કાલાવડના મુખ્ય બજારમાં ધંધો કરતો ધર્મેશ પાલા હમેશાં આવો ચોરીનો માલ જ ખરીદ વેચાણ કરે છે !? વારંવાર ચોરીના દાગીનાઓ ખરીદવા ટેવાયલા ધર્મેશ પાલા ને કાલાવડ ટાઉન પોલીસ પોતાની કડક ભાષામાં પૂછપરછ કરશે તો અન્ય ઘણા ચોરીના ભેદો ઉકેલાશે અને પોતે કેટલો ચોરીનો માલ ખરીદ્યો હશે એ પણ પોલીસ તપાસમાં બહાર આવશે જેમાં કોઈ બે મત નથી. હમેશાં ચોરીનો માલ લેવાં ટેવાયલા આવા જવેલર્સઓને ત્યાંથી સોનું ખરીદતા પહેલા કાલાવડની જનતાએ સો વાર વિચારવું જોઈએ અને આવા લેભાગુ સોનીઓ ક્યાંક તમને ચોરીનો માલ પધરાવી આપે અને ગ્રાહકે પોલીસ સ્ટેશનનાં ધરમના ધક્કા ના ખાવા પડે એની તકેદારી રાખવી જોઈએ અને ‘ચેતેલો નર સદા સુખી’ નું સુત્ર સાર્થક બને.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે કાલાવડ ટાઉન પોલિસ આ ચોરીના પાંચે ફરાર આરોપીઓને પકડવા માટે સમગ્ર જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હોવાનુ પોલિસ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ ચોરીનો ભેદ ઉકેલવા કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં કાલાવડ ટાઉન પોલીસ ઈનચાર્જ P.I. એસ.એસ.ચૌધરી, PSI યુ.કે.જાદવ, હે.કો. એસ.આર.જાડેજા, પો.કો. જીતેન પાગડાર, પો.કો. સંજ્ય બાલીયા, પો.કો. સુરપાલસિંહ, પો.કો. અનિરુદ્ધસિંહ જાડેજા, પો.કો. નવલ આસાણી, પો.કો. પ્રકાશ મકવાણા અને એલસીબી PSI આર.બી.ગોજીયા તથા એલસીબી ટીમ જામનગર