જૂનાગઢમાં યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

  મીડિયા વિભાગના સંજયભાઈ પંડ્યા જણાવ્યું હતું કે ૨૫ સપ્ટેમ્બર ના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને જુનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ રન ફોર ડેવલપમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે

      આ મેરોથન દોડ ૨૫ સપ્ટેમ્બર રવિવારે સવારે ૫:૩૦ કલાકે બાઉદીન કોલેજ થી પ્રસ્થાન કરી મોતીબાગ ,સરદારબાગ, ઝાંસીની રાણીના સર્કલથી થઈ ફરી મોતીબાગ અને ત્યાંથી બાઉદીન કોલેજમાં સમાપન થશે આ મેરેથોન દોડમાં જોડાનાર તમામ સ્પર્ધકોને જુનાગઢ ભાજપા દ્વારા ટીશર્ટ આપવામાં આવશે આ મેરેથોન દોડ જુનાગઢ યુવા મોરચા ના પ્રમુખ મનનભાઈ અભાણી મહામંત્રી વિનશભાઈ હદવાણી અભયભાઈ રીબડીયા ના નેતૃત્વમાં યોજાશે.

     આ મેરેથોન દોડને સફળ બનાવવા માટે વનરાજભાઈ સુત્રેજા ઋષિકેશ ભાઈ મર્થક તેજસભાઈ જોશી રવિભાઈ રૈયાણી પરાગભાઈ રાઠોડ સંજયભાઈ રૂઘાણી અનિલભાઈ પરમાર આકાશભાઈ દવે પ્રિતેશભાઈ અપારનાથી પિયુષભાઈ ગઢવી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે મેરેથોન રોડ માં જોડાવા માટે નીચેના નંબરમાં સંપર્ક કરવા જણાવ્યું છે 9714310025 , 9898997964 , 888091111

Related posts

Leave a Comment