બોટાદ જિલ્લામાં ધો-૧૦ નું ૬૭.૬૧ ટકા પરિણામ

હિન્દ ન્યુઝ, બોટાદ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોરડ, ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા માર્ચ-૨૦૨૨ માં લેવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લામાં ધો-૧૦ મા ૯૦૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં જે પૈકી કુલ-૬૧૨૯ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયાં હોવાથી બોટાદ જિલ્લાનું માર્ચ-૨૦૨૨ નું ધો-૧૦ નું પરિણામ ૬૭.૬૧ ટકા આવ્યું છે.

તેવી જ રીતે ધો-૧૨ (સામાન્ય પ્રવાહ) માં કુલ-૩, ૭૫૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં જે પૈકી કુલ-૩,૫૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતિર્ણ થયાં છે. આમ, બોટાદ જિલ્લાનું માર્ચ-૨૦૨૨ નું ધો-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩.૮૭ ટકા આવ્યું છે. તેમજ ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૨૨ વિદ્યાર્થીઓ પૈકી કુલ-૫૭૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતિર્ણ થયાં છે. આમ, બોટાદ જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૦.૦૬ ટકા આવ્યું છે તેમ, ઇન્ચાર્જ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment