ભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલ ૨,૦૬,૪૮૧ બાળકોમાંથી ૧,૬૧,૭૯૧ બાળકો મધ્યાહન ભોજન મેળવી રહ્યાં છે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ઘોઘા તાલુકાની ૭૨ શાળાઓમાં કુલ ૬,૨૧૨ બાળકોએ ૨૦૦ મીલી ફલેવર્ડ મિલ્કનો લાભ મેળવી રહ્યાં છે

તા.૨૧/૦૨/૨૦૨૨ થી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ૧૦૦% બાળકોની હાજરીથી શરૂ કરવા નિર્ણય થયેલ છે. જે સબંધમાં પ્રાથમિક શાળાઓમાં પણ રાજ્ય સરકાર દ્વારા બપોરનું મધ્યાહન ભોજન તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં અંદાજે ૭૦૦ દિવસ બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ આ યોજના પુન: ચાલુ થઈ છે. ભાવનગર જિલ્લાની ૯૪૫ શાળાઓ પૈકી ૯૪૧ શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન સરકાર દ્વારા નિયત થયેલ મેન્યુ અનુસાર દાળ, ઢોકળી તેમજ અમુક શાળાઓમાં બાળકોને સુખડી આપવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લામાં તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ કુલ નોંધાયેલ બાળકો ૨,૦૬,૪૮૧ માંથી કુલ ૧,૬૧,૭૯૧ બાળકોએ બપોરનું ભોજન મેળવી રહેલ છે.

વધુમાં, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં સરકાર દ્વારા દુધ સંજીવની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાનો પણ તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઘોઘા તાલુકાની ૭૨ શાળાઓમાં કુલ ૬,૨૧૨ બાળકોએ ૨૦૦ મીલી ફલેવર્ડ મિલ્કનો લાભ મેળવી રહ્યાં છે. આ યોજના હેઠળ સર્વોતમ દુધ ડેરી, શિહોર તરફથી અત્રેની સુચનાનુસાર ફલેવર્ડ મિલ્ક પુરુ પાડવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ સુરજ એન. સુથાર, નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજના, ભાવનગરનાઓ દ્વારા ઘોઘા તાલુકામાં સ્થાનિક ઘોઘાની અનુક્રમે બે શાળાઓ ૧. કન્યા શાળા અને ૨. કેન્દ્ર વર્તી શાળામાં બપોરના ભોજન દરમ્યાન મુલાકાત લઈ બાળકોના ભોજન માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી બાળકો સાથે દાળ ઢોકળીનો સ્વાદ માણવામાં આવ્યો હતો.

તેમજ નાયબ કલેકટરની સુચનાનુસાર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાંડે તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બોરીચા અને નાયબ મામલતદાર મધ્યાહન ભોજન યોજના, ભાવનગર તાલુકા દ્વારા ભાવનગર તાલુકાની બે શાળાઓ અનુક્રમે ૧. શામપરા (સિદસર) અને ૨. સિદસર પ્રાથમિક શળાની મુલાકાત લઈ બાળકોના ભોજનની વ્યવસ્થા નિહાળી વાનગીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

સમગ્ર જિલ્લામાં પણ મામલતદારો, નાયબ મામલતદાર તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા પોતાના તાલુકામાં મામલતદારોની સુચનાનુસાર પી.એમ..પોષણ (મધ્યાહ્ન ભોજન યોજના) ના કેન્દ્રો/શાળાઓની મુલાકાત લઈ વ્યવસ્થા નિહાળી રસોઈ નો ટેસ્ટ કરવામાં આવ્યો છે તેમ નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજનાની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment