હાજીપીર ફાટકવાળા રસ્તે ભારે માલવાહક વાહનો પર પ્રતિબંધ

હાજીપીર દરગાહનો ઉર્ષ-૨૦૨૨

હિન્દ ન્યુઝ, ભુજ

              તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો (ઉર્ષ) મેળો તથા તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીરનો મેળો (ઉર્ષ) યોજવામાં આવનાર છે. આ પર્વ દરમ્યાન જીલ્લાનાં તથા જીલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીરનાં દર્શનાર્થે જાય છે. આ વિસ્તારમાં ખાનગી કંપની કાર્યરત છે અને તે કંપનીના ભારે માલવાહક વાહનો ખાનગી કંપનીથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ પર અવર જવર કરે છે. હાલમાં રસ્તાને વધારવાનું કામ ચાલુ હોઈ ભારે માલવાહક વાહનોની અવર-જવરને કારણે પદયાત્રીઓને મુશ્કેલી પડે અને અકસ્માત થવાની સંભાવનાઓ રહે છે. જેથી પદયાત્રીઓના માર્ગમાં કોઈ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે. જેથી પ્રવિણા ડી.કે, જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ – ભુજ દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) (સી) અન્વયે ફરમાવે છે કે, તા.૧૫/૦૩/૨૦૨૨ સુધી આર્ચીયન કંપની થી હાજીપીર ફાટક સુધી ભારે માલવાહક વાહનો જણાવેલ તારીખો દરમ્યાન પરિવહન કરી શકશે નહીં. પોલિસ ખાતાના ફરજ પરના ભારે વાહનો પોલિસ અધિક્ષકના આદેશ અનુસાર કે સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનો આ જાહેરનામાં માંથી જણાવેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

Related posts

Leave a Comment