હાજીપીર દરગાહ અને કરોળપીર સંકુલ માટે પ્રતિબંધ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ

                    તા.૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો (ઉર્ષ) મેળો તેમજ તા.૧૨/૦૩/૨૦૨૨ થી તા.૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીર ગામે (ઉર્ષ) મેળો યોજવામાં આવનાર છે. આ દરમ્યાન દરરોજ મોટી સંખ્યામાં લોકો દરવર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે આ સ્થળોએ ખુબજ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યના ધાર્મિક સ્થાનોની સુરક્ષા નજરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ ધાર્મિક સંકુલમાં પ્રવિણા ડી.કે., જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭ (૧) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૧૪/૦૩/૨૦૨૨ના રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી હાજીપીર ખાતે આવેલ હાજીપીર દરગાહના સંકુલમાં, કરોળપીર ગામના સંકુલમાં અહીં જણાવેલ વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવેલ છે. મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, પ્રસાદની વસ્તુ જેવી કે શ્રીફળ વિગેરે વ્યુઅર મશીનથી ફરજ પરના પોલિસ કર્મચારીઓ ચેક કરી શકશે અને વાંધાજનક કે શંકાશીલ જણાશે તો લઈ જવા દેવામાં આવશે નહી. સરકારી નોકરી પર કામ કરતી વ્યક્તિ એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ વસ્તુ લઈ જવાની ફરજ હોય અથવા અધિકૃત કરેલ કોઈપણ પોલિસ અધિકારીએ જેને અધિકૃત કરેલ હોય અને તે લઈ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ, જીલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ અધિકારી અથવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ અથવા સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિઓ પર આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક (૧) વર્ષ કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે. આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાની, જાહેરનામાની પાલન કરાવવાની અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

Related posts

Leave a Comment